Ad Code

Ticker

6/recent/ticker-posts

15 Best Chankya Niti Suvichar In Gujarati

 15 Best Chankya Niti Suvichar In Gujarati |Chankya Niti Gujarati |ચાણક્ય ના સૂત્રો |કોટિલ્ય ના સુવિચાર.

Chankya suvichar image
15 Best Chankya Niti Suvichar In Gujaratiમિત્રો આજે આપણે 15 Best Chankya Niti Suvichar In Gujarati વિશે ચર્ચા કરીશું.


આચાર્ય ચાણક્ય ના સૂત્રો અપનાવી આપણે જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરી શકીએ છીએ.
જીવન મા આગળ વધવા આપને આ સૂત્રો ક્યાંક ને ક્યાંક જરૂર ઉપયોગી બની રહેશે.
‌‌‍

1.ઘરમાં જ સ્વર્ગ 


यदि रामा यदि च रमा यदि तनयो विनयगुणोपेत: 
तनयो तनयोत्पत्ति: सुरवरनगरे किमाधिक्यम्॥

 જો ઘરમાં સ્વરૂપવાન, સતી અને પતિવ્રતા પત્ની, ધનસંપત્તિ, વિવેકી પુત્ર અને પૌત્ર-પૌત્રી હોય તો સ્વર્ગમાં મળતા સુખથી પણ વધારે સુખની પ્રાપ્તિ થાય છે.
ઉપરની બધીજ વસ્તુઓ કે વ્યક્તિઓ જો ઘરમાં હોય તો ઘરમાંજ સ્વર્ગ છે.
Chankya niti gujarati
15 Best Chankya Niti Suvichar In Gujarati2.Be Aware.


राजा वेश्या यमो ह्यग्निस्तस्करो बालयाचकौ। 
परदुःखं न जानन्ति अष्टमो ग्रामकण्टकः॥

 રાજા, વેશ્યા, યમરાજ, અગ્નિ, ચોર, બાળક, માગનાર અને ગામડાની પ્રજાને હેરાન કરનાર આ આઠેય ખૂબ નિષ્ઠુર હોય છે. તેઓ બીજાનાં દુ:ખ ક્યારેય સમજી શકતાં નથી.
માટે આ બધાથી સાચવીને રહેવુ.


3.ધર્મ વિના માનવી પશુ સમાન. 


आहारनिद्राभयमैथुनंच सामान्यमेतत् पशुभिर्नराणाम्। 
धर्मोहितेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः॥

ભોજન કરવું, સૂઈ જવું, ડરવું અને મૈથુન કરવું, આ બધું જ મનુષ્ય અને પશુ દ્વારા કરવામાં આવતી એક સરખી પ્રવૃત્તિઓ છે. પશુઓમાં જોવા નથી મળતી અને માત્ર મનુષ્યમાં જ જોવા મળે છે એવી ધર્મ જ એકમાત્ર પ્રવૃત્તિ છે. ધર્મ વિનાનો મનુષ્ય પશુ જેવો જ હોય છે. ॥
ચાણકય કહે છે કે દૈનિક ક્રિયા કલાપ સાથે મનુષ્ય એ તેના મૂળ ધર્મ નું પણ પાલન કરવું આવશ્યક છે.
Chankya niti pdf
15 Best Chankya Niti Suvichar In Gujarati4.સુંદરતા .


दानेन पाणिर्न तु कङ्कणेन स्नानेन शुद्धिर्न तु चन्दनेन। मानेन तृप्तिर्न तु भोजनेन ज्ञानेन मुक्तिर्न तु मण्डनेन॥

હાથની શોભા દાનની પ્રવૃત્તિ કરવાથી વધે છે નહિ કે કંગન જેવાં ઘરેણાં પહેરવાથી. ચંદન લગાડવાથી શરીર શુદ્ધ નથી થતું. શરીર તો સ્નાન કરવાથી જ શુદ્ધ થાય છે. ભોજન કે પાણીથી મનુષ્યને સંતોષ નથી મળતો. 
મનુષ્યને આદર-સન્માનથી સંતોષ મળે છે. સાચા આત્મજ્ઞાન દ્વારા જ મનુષ્યને મોક્ષ મળે છે, તર્ક કે વાદવિવાદથી નહિ. ॥
Vishnugupt suvichar image
15 Best Chankya Niti Suvichar In Gujarati5.માતાથી મોટું કોઈ જ નહીં 


नाऽन्नोदकसमं दानं न तिथिर्द्वादशी समा।
न गायत्र्याः परो मन्त्रो न मातुः परं दैवतम्॥

 જળ અને અન્ન જેવું શ્રેષ્ઠ દાન કોઈ જ નથી. બારસ જેવી ઉત્તમ તિથિ બીજી કોઈ નથી. ગાયત્રી મંત્રથી ઉત્તમ કોઈ મંત્ર નથી અને માતાથી શ્રેષ્ઠ કોઈ દેવી નથી. ॥

ચાણક્ય કહે છે કે ભૂખ્યાંને ભોજન અને તરસ્યાંને જળપાન કરાવવાથી શ્રેષ્ઠ કોઈ દાન નથી. બારસના દિવસે કરવામાં આવતું પુણ્ય કર્મ ઉત્તમ ફળ આપનારું હોય છે. ગાયત્રી મંત્રને ચાણક્ય બધા જ મંત્રોમાં સર્વશ્રેષ્ઠ માને છે. તેવી જ રીતે તેમણે કહ્યું છે કે માતા ખૂબ આદરણીય હોય છે. મનુષ્યને જન્મ આપનારી માતાનું સ્થાન દેવતાઓ કરતાં પણ ઊંચું છે.
Chankya quotes image
15 Best Chankya Niti Suvichar In Gujarati6.પ્રારબ્ધ .


पिता रत्नाकरो यस्य लक्ष्मीर्यस्य सहोदरा। 
शङ्खो भिक्षाटनं कुर्यान्नाऽदत्तमुपतिष्ठते॥

શંખ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. લક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ છે એટલે લક્ષ્મી શંખની બહેન કહેવાય. સમુદ્રનો પુત્ર અને લક્ષ્મીનો ભાઈ શંખ ભીખ માગતો ફરે છે. જેનાં જેવાં કર્મ! 

આચાર્ય ચાણક્ય અહીં જણાવે છે કે વ્યક્તિએ કયા કુળમાં જન્મ લીધો છે તે મહત્ત્વનું નથી, પણ તે કેવાં કર્મ કરે છે તે મહત્ત્વનું છે. 
લક્ષ્મીમાતા અને શંખનું ઉદાહરણ આપી તેમણે આ વાતને સુંદર રીતે રજૂ કરી છે. શંખ અને લક્ષ્મી બંને સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયાં છે, પણ પહેલાંના સમયમાં ભિક્ષા માંગવા આવતાં સાધુ શંખ ફૂંકતા હતા. તેઓ તેનો ભિક્ષા માંગવાના સાધન તરીકે ઉપયોગ કરતાં હતા. દાન કરવાના સાધન બદલે દાન માગવાના સાધન તરીકે શંખનો ઉપયોગ થવાથી તેનું મૂલ્ય ઓછું છે. જ્યારે લક્ષ્મીનો ઉપયોગ દાન આપવા માટે થાય છે માટે તે પૂજ્ય છે. એટલે જ માત્ર ઉત્તમ કુળમાં જન્મ લેવું જ પૂરતું નથી. મહત્ત્વ કર્મનું છે.

7.આચરણ એક તપસ્યા 


लोभश्चेदगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किम्। 
सौजन्यं यदि किं गुणैः सुमहिमा यद्यस्ति किं मण्डनैः सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना॥

જે વ્યક્તિ લોભી છે તેને બીજા કોઈ અવગુણની જરૂર નથી. ચાડીખોર કે બીજાની પંચાત કરવાથી મોટું પાપ કોઈ હોઈ જ ન શકે. જે વ્યક્તિ સત્યની આગ્રહી છે અને સત્યનું આચરણ જ તેનું જીવન છે તેને વળી તપ કરવાની શું જરૂર? જે વ્યક્તિનું મન શુદ્ધ છે તેણે યાત્રાધામોની યાત્રા કરી ત્યાં સ્નાન કરવાની જરૂર જ નથી. વ્યક્તિમાં સૌજન્ય છે તો તેને બીજા ગુણોની શી જરૂર છે? જો સંસારમાં તેનાં યશ અને કીર્તિ ફેલાઈ રહ્યાં છે તો તેને બીજા કોઈ ઘરેણાંની ક્યાં જરૂર છે? વ્યક્તિ પાસે ઉત્તમ વિદ્યા હોય તો તેને ધનની જરૂર નથી રહેતી, પરંતુ જો તેનું અપમાન થઈ રહ્યું હોય કે અપયશ મળી રહ્યો હોય તો તે જીવવા છતાંય મૃત વ્યક્તિ સમાન છે. ॥


8.તપનો મહિમા: કશું જ અશક્ય નથી .


यद्‍दूरं यद्‍दुराराध्यं यच्च दूरे व्यवस्थितम्।
तत्सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम्॥

જે વસ્તુ ખૂબ દૂર છે, જેને મેળવવા આકરી તપસ્યા કરવી પડે છે અને જેનું અસ્તિત્વ છે, પણ ત્યાં પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. એ તમામ વસ્તુને આકરા તપ દ્વારા જ મેળવી શકાય છે. ॥

ઘણી વાર કોઈક વસ્તુને જોઈને આપણને થાય છે કે આ કરવું મારા માટે શક્ય નથી. તેને જોઈને લાગે છે કે તેને મેળવવી અઘરી નથી, પણ અશક્ય જ છે. જો તમે એવું માનતા હો તો તમે ખોટું વિચારો છો. ચાણક્ય કહે છે કે જેનું ખરેખર કોઈ અસ્તિત્વ છે, તેવી એકેય વસ્તુ એવી નથી કે તેને ન મેળવી શકાય. તેની પૂર્વશરત માત્ર એટલી જ છે કે વ્યક્તિ અથાગ પરિશ્રમ અને આકરા તપ દ્વારા જ તેને મેળવી શકે છે. તેને લાયક બની શકે છે.

9.જેવા સાથે તેવા .


कृते प्रतिकृतं कुर्याद् हिंसने प्रतिहिंसनम्। 
तत्र दोषो न पतति दुष्टे दुष्टं समाचरेत्॥

 ‘જેવા સાથે તેવા’નો વ્યવહાર કરવાથી પાપના ભાગીદાર નથી થવાતું. અહેસાન માનનાર સાથે પ્રેમ અને આદરભર્યું, હિંસા આચરનારા સાથે હિંસક તેમ જ દુષ્ટ વ્યક્તિ સાથે દુષ્ટતાભર્યું વર્તન કરવામાં કંઈ જ ખોટું નથી. ॥

અહીં આચાર્ય જણાવે છે કે વ્યક્તિએ સદાય સરળ અને પરોપકારી ન રહેવું જોઈએ. ક્યારેક કોઈક તેની આ ભલમનસાઈનો ફાયદો પણ ઉઠાવી શકે છે. એટલે જ આપણે ‘જેવા સાથે તેવા’ની વૃત્તિ રાખવી જોઈએ.
Best Suvichar image
15 Best Chankya Niti Suvichar In Gujarati10.ઉત્તમ કાર્યો .


जन्म जन्मन्यभ्यस्तं दानमध्ययनं तपः। 
तेनैवाऽभ्यासयोगेन तदेवाभ्यस्यते पुनः॥

 મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન દાન, વિદ્યાભ્યાસ અને તપ જેવાં કર્મો કરે છે. પુનર્જન્મ લઈ મનુષ્ય ફરી આ જ કર્મો કરે છે. આ પ્રક્રિયા એક અભ્યાસ સમાન બની ગઈ છે અને વિવિધ કર્મો આદત બની ગયાં છે. ॥

 ઉત્તમ કાર્યો કરવા માટે ઉત્તમ શરૂઆત જ કરવાની હોય છે. એકવાર તેની શરૂઆત કર્યા પછી આવાં કાર્યોને વારંવાર કરતા રહેવાનું મન થાય છે, જે આત્માને મોક્ષ તરફ લઈ જાય છે.

11.મીઠાં વેણ .


प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यन्ति जन्तवः। 
तस्मात्तदेव वक्तव्यं वचने का दरिद्रता॥

મીઠી બોલીવાળાથી સહુ કોઈ ખુશ રહે છે, એટલે વ્યક્તિએ હંમેશાં મીઠી વાણી જ બોલવી જોઈએ. વ્યક્તિએ વાણીથી દરિદ્ર ન રહેવું જોઈએ. બોલીમાં અમૃતરૂપી મીઠાશ ભેળવીને જ બોલવું જોઈએ.
જે વ્યક્તિ મીઠી વાણી બોલે છે અને પ્રેમભર્યો વ્યવહાર રાખે છે, તે બધાંને પોતાના બનાવવામાં સફળ રહે છે. એટલે કે વાણીમાં અમૃતરૂપી મીઠાશ ભેળવવામાં વ્યક્તિએ કંજૂસાઈ ન રાખવી જોઈએ.
12.માગનાર સૌથી હલકો .


तृणं लघु तृणात्तूलं तूलादपि च याचकः। 
वायुना किं न नीतोऽसौ मामयं याचयिष्यति॥

જગતમાં તણખલું સૌથી હલકું હોય છે. તણખલાથી પણ હલકું રૂ હોય છે, પણ ભીખ માગનારને સૌથી હલકો માનવામાં આવે છે. ॥

ચાણક્ય આ શ્લોક દ્વારા જણાવે છે કે સંસારની હલકામાં હલકી વસ્તુ કરતાં ભીખ માગનાર વ્યક્તિ હલકી હોય છે. ભીખ માગનાર વ્યક્તિ કરતાં આપનાર વ્યક્તિનો હાથ ઉપર હોય છે. વ્યક્તિ જ્યારે બીજા પાસે કંઈક માગે છે ત્યારે આ ભીખ ની વૃત્તિને તુચ્છ માનવા આવે છે. તેના આદરસન્માનમાં પણ ઘટાડો થાય છે.

13.અપમાન સૌથી મોટું દુ:ખ .


वरं प्राणपरित्यागो मानभङ्गेन जीवनात्। 
प्राणत्यागे क्षणं दुःखं मानभङ्गे दिने दिने॥

અપમાનિત થઈને જીવવા કરતાં મરી જવું સારું, કારણ કે મૃત્યુ સમયે ઘડીક માટે દુ:ખ પહોંચે છે, પણ અપમાનિત થવાથી તો વ્યક્તિ દરરોજ મરતી રહે છે. ॥

ચાણક્ય જણાવે છે કે અપમાનિત થઈ જીવવા કરતાં તો વ્યક્તિએ મૃત્યુને વહાલાં થવું જોઈએ. વ્યક્તિએ મસ્તક ઊંચું રાખી, સન્માનભેર જીવવું જોઈએ, જ્યારે અપમાન સતત વ્યક્તિને મૃત્યુનો અહેસાસ કરાવે છે. વ્યક્તિ દરરોજ મૃત્યુ જેટલી જ પીડા સહન કરે છે.

14.સજ્જનોની સંગત .


संसारविषवृक्षस्य द्वे फले अमृतोपमे। 
सुभाषितं च सुस्वादु सङ्गतिः सुजने जने॥

આખી દુનિયા કડવાશથી ભરેલાં ફળોનું ઝેરી વૃક્ષ છે, જેનાં માત્ર બે જ ફળ અમૃતસમાં મીઠાં છે. એક મીઠી વાણી અને બીજું સજ્જનોની સંગત. ॥

ચાણક્ય કહે છે કે દુનિયામાં બધે કડવાશ જ રહેલી છે. જ્યાં જુઓ ત્યાં દુરાચાર, પાપ, દુર્ગણ અને દુષ્ટતા જ જોવા મળે છે, પણ બે એવી બાબતો છે જેમાં હજીયે મધુરતા રહેલી છે. સજ્જનોની સંગત અને વ્યક્તિની મીઠી વાણીમાં હજીયે મીઠા ફળ જેવી મીઠાશ રહેલી છે.

15 Best Chankya Niti Suvichar In Gujarati


15.દાન .


क्षीयन्ते सर्वदानानि यज्ञहोमबलिक्रियाः। 
न क्षीयते पात्रदानमभयं सर्वदेहिनाम्॥

અન્ન, જળ અને વસ્ત્રનું દાન, ભૂમિદાન, બધાં જ પ્રકારના બ્રહ્મ યજ્ઞ, દેવયજ્ઞ અને બલિ, વૈશ્ય યજ્ઞ વગેરે કર્મ નાશ પામે છે, પરંતુ સુપાત્ર વ્યક્તિને દીધેલું દાન અને પ્રાણીમાત્ર માટે દાખવેલી દયા ક્યારેય નાશ નથી પામતી. ॥

ચાણક્યનું માનવું છે કે વ્યક્તિ દ્વારા અપાયેલાં વિવિધ દાન કે વિવિધ યજ્ઞ ધર્મ નાશ પામે છે, પણ સુપાત્રને આપેલું દાન કદાપિ વ્યર્થ નથી જતું. વિશ્વમાં વસતા વિવિધ જીવ પ્રત્યે દયાભાવના રાખવાથી મળતું પુણ્ય પણ ક્યારેય એળે નથી જતું.
તો આ હતાં આજનાં 15 Best Chankya Niti Suvichar In Gujarati.

આપને તે કેવા લાગ્યાં આપની comment અને like જરૂર મોકલજો. અને આર્ટિકલ જરૂર થી share કરજો. અમારી અન્ય post જોવા ક્લીક કરો.

Ad Code

Responsive Advertisement