Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarati Suvichar Chankya Niti

Gujarati Suvichar Chankya Niti, Chankya Niti in gujarati, Chankya Suvichar 


હેલ્લો મિત્રો,
     આજે આપણે Gujarati Suvichar Chankya Niti વિશે વાત કરીશું. જેમાં આચાર્ય Chankya જે રાજ્ય, ધર્મ, અર્થ અને મનુષ્ય જીવન ની નીતિઓ નાં વિદ્વાન હતાં, તેમની નીતિઓ વિશે કેટલાંક Chankya Niti in Gujarati પોસ્ટ કરી રહ્યો છું.


     આ Gujarati Suvichar Chankya Niti એ Chankya નીતિ નાં અધ્યાય ૩ પર આધારિત છે. જે જીવન ના વિવિધ પાસાંઓ કોઈક ને કોઈક રીતે ને સ્પર્શે છે.


 1. જેવા ગુણ તેવાં કુળ,...

મનુષ્યના આચરણ થી તેના કુળની,
તેની બોલી થી તેનાં દેશ ની,
તેના આદર - સત્કારથી થી પ્રેમ ની,
અને તેના શરીર થી તેનાં આહાર - વિહાર ની પરખ થાય છે.
અધ્યાય ૩.શ્લોક ૨.


Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


 2. સુશીલતા એટલે સુંદરતા...

કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં,
સ્ત્રીઓનું સૌંદર્ય તેની પતિવ્રતતામાં,
કદરૂપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં
 અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામાં છે.
અધ્યાય 3.,શ્લોક ૯.


Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


 3.પુરુષાર્થ એ જ પારસમણિ...,

 જેમ પુરુષાર્થથી દરિદ્રતા અને પ્રાર્થનાથી પાપ દૂર થાય છે તેમ મૌન રહેવાથી કલહ અને સદાય સતર્ક રહેવાથી ભયનો નાશ થાય છે.
અધ્યાય 3.,શ્લોક ૧૧.


Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


 4. અતિ સર્વત્ર વર્જયેત...,

 અત્યંત સુંદર હોવાથી સીતાનું અપહરણ થયું,
અત્યંત અભિમાને રાવણનો ભોગ લીધો,
વધુ પડતા દાનવીર હોવાને કારણે રાજા બલિને મુસીબતો સહન કરવી પડી,
 એટલે અતિ નો બધે ત્યાગ કરવો જોઈએ.
અધ્યાય 3,શ્લોક ૧૨.


Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


 5. પુત્ર.

 પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ,
પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ,
પરંતુ જ્યારે તે સોળ વર્ષનો થાય
ત્યારે તેની સાથે મિત્રવત્ વ્યવહાર કરવો જોઈએ.
અધ્યાય 3,શ્લોક ૧૮.


Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


 6. પુરુષાર્થ વિનાનું જીવન એટલે નર્ક..,

 જે વ્યક્તિ નાં જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ —
આ ચાર પુરુષાર્થમાંથી એક પણ પુરુષાર્થ નથી તે વારંવાર મનુષ્ય યોનિમાં જન્મ લઈને મરતો રહે છે. તેના સિવાય તેને બીજો કોઈ ફાયદો થતો નથી.
અધ્યાય 3,શ્લોક ૨૦.


Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


 7. અમૃત સમાન પુત્ર.

શોક અને સંતાપ ઉત્પન્ન કરતા ઘણા બધા પુત્રોથી શું ફાયદો! કુળનું નામ રોશન કરવા એક જ શ્રેષ્ઠ પુત્ર સારો. તેની છત્રછાયામાં જ સુખ-શાંતિ મળે છે.
અધ્યાય 3,શ્લોક ૧૭.


Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


 8. સામર્થ્ય સાચું શસ્ત્ર.

સમર્થ અને શક્તિશાળી મનુષ્ય માટે કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી,
વ્યાપારીઓ માટે કોઈ સ્થાન દૂર નથી.
વિદ્વાનો માટે કોઈ પણ દેશ પરદેશ નથી અને જે વ્યક્તિની વાણી મધુર છે તેને માટે કોઈ પારકું નથી.
અધ્યાય 3,શ્લોક ૧૩.

Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


 9. વિદ્યારહિત મનુષ્ય એટલે સુગંધ વિનાનું પુષ્પ.

 સુંદર, યુવાન, ઉચ્ચ કુળમાં જન્મેલ વિદ્યારહિત મનુષ્ય સુગંધ વિનાના કેસૂડાના ફૂલની જેમ ઉપેક્ષિત રહે છે.
અધ્યાય 3,શ્લોક ૮.


Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


10. મૂર્ખ વ્યક્તિ કાંટા સમાન.

મૂર્ખ વ્યક્તિને બે પગવાળા પશુ સમજી તેમનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે, કારણ કે તેના શબ્દો સામેલી વ્યક્તિના હૃદયમાં કાંટાની જેમ ચૂભે છે.
અધ્યાય 3,શ્લોક ૭.


Gujarati Suvichar Chankya Niti
Gujarati Suvichar Chankya Niti


     તો મિત્રો આ હતાં Gujarati Suvichar Chankya Niti. નવાં Gujarati Suvichar સાથે પાછાં મળીશું. એક નવી રચના સાથે...
Chankya niti part ૨ click here.
ધન્યવાદ..

Ad Code

Responsive Advertisement