Ad Code

Ticker

6/recent/ticker-posts

Bhagwad Geeta In Gujarati

Bhagawad Geeta In Gujarati | Bhagwad Geeta Gyan | Shrimad Bhagwad Geeta  |KarmaYog|અધ્યાય 3




Bhagwad Geeta In Gujarati image
Bhagwad Geeta In Gujarati




કેમ છો મિત્રો,


      આશા રાખું કે આ કોરોના કાળ માં તમે બધાં સુરક્ષિત અને સ્વસ્થ હશો. ઘરમાં રહીને તમને nagative વિચારો આવતાં હશે. મન અકળાવું, કંટાળો આવો, ચિડાય જવું વગેરે વગેરે મનની સ્થિતીઓ હશે. Bhagwad Geeta In Gujarati ની આ પોસ્ટ તમને positive બનાવશે.


      કહેવાય છે કે Bhagwad Geeta માં જીવનનાં બધાં જ પ્રશ્નો નો ઉકેલ છે. આ વાત સાચી છે પણ તે ઉકેલો શોધવા માટે આપણે Bhagwad Geeta In Gujarati ને વારંવાર વાંચવી, સમજવી અને જીવન માં ઉતારવી પડે.


      હું તમને આ post Bhagwad Geeta In Gujarati મા અધ્યાય 3 ની કેટલીક મહત્ત્વ ની વાતો કે પોઈન્ટ ટૂંકમાં સમજાવીશ.

1.અજ્ઞાની મનુષ્યો ફળ ની આશા રાખીને કર્મો કરે છે જ્યારે જ્ઞાની મનુષ્યો સન્માર્ગ ની ઈચ્છાથી ફળની આશા રાખ્યા વગર કર્મો કરે છે. ___શ્લોક 26. અધ્યાય 3.


2.જીવન માં બધાંજ કર્મો પ્રકૃતિ નાં 3 ગુણો અનુસાર થાય છે છતાં અહંકારી મનુષ્ય બધાં કર્મો નો કર્તા હું છું એવા ભ્રમ માં જીવે છે. ___શ્લોક 27 અધ્યાય 3.



Bhagwad Geeta In Gujarati
Bhagwad Geeta In Gujarati



3.શ્રદ્ધા થી જે મનુષ્ય ગીતા નાં, કૃષ્ણના ઉપદેશો નું પાલન કરે છે તેનું આચરણ કરે છે તે સર્વ પ્રકારનાં બંધનો થી મુક્ત થાય છે. ___શ્લોક 31. અધ્યાય 3.


4.ઈંદ્રિયો માં રાગ અને દ્વેષ પહેલેથી જ હોય છે માટે મનુષ્યો એ તેના વશ ના થવું જોઈએ કારણ કે તે વિકાસ માર્ગ નાં વિરોધી બને છે. ___શ્લોક 34 અધ્યાય 3.

Bhagwad Geeta In adhyay 3
Bhagwad Geeta In Gujarati


5.જે રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો રહે છે, ધૂળ થી અરીસો ઢંકાયેલો રહે છે, જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેમ આત્મા કામ ની ભિન્ન ભિન્ન અવસ્થા થી ઢંકાયેલો રહે છે.___ શ્લોક 38 અધ્યાય 3.

6.કામાગ્નિ કદી ન તૃપ્ત થતો અગ્નિ છે જે જ્ઞાની મનુષ્ય નાં જ્ઞાન, બુદ્ધિને ઢાંકી દે છે. _______શ્લોક 39 અધ્યાય 3.


7.ઈંદ્રિયો શરીર કરતાં ચડિયાતી છે, મન ઈંદ્રિયો કરતાં ચડિયાતું છે, બુદ્ધિ મન કરતાં પણ ચડિયાતી છે, અને જે બુદ્ધિ કરતા પણ ચડિયાતો છે તે આત્મા છે. ___શ્લોક 42 અધ્યાય 3.

Bhagwad Geeta In Gujarati karmayog
Bhagwad Geeta In Gujarati


8.જેથી મન, બુદ્ધિ અને ઈંદ્રિયો થી પણ પરે એવા આત્મા ને ઓળખી, મન, બુદ્ધિ અને ઈંદ્રિયો ને વશ કરી મનુષ્ય એ પોતાનો વિકાસ અને કર્મ કરવું જોઈએ. ___શ્લોક 43 અધ્યાય 3.


તો મિત્રો આ પોસ્ટ Bhagwad Geeta In Gujarati તમને કેવી લાગી તે માટે તમારા અભિપ્રાયો, મંતવ્યો અને વિચારો comment મા જરૂર વ્યક્ત કરજો. તેમજ સુરક્ષિત, સ્વસ્થ્ય અને પોઝીટીવ રહેવા Bhagwad Geeta નો અભ્યાસ જરૂર કરજો.


Thank you. Tack Care. 





Ad Code

Responsive Advertisement