Ad Code

Ticker

6/recent/ticker-posts

Bhagwad Geeta In Gujarati

 

Shreemad Bhagwad Geeta In Gujarati | Bhagwad Geeta In Gujarati adhyay 4 | શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૪.


મિત્રો,
આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા નાં અધ્યાય ૪ વિશેનાં શ્લોકો માંથી Shreemad Bhagwad Geeta In Gujarati ની post લખવામાં આવી છે. જેમાં ભગવાને ભગવદ્ ગીતા નાં અધ્યાય ૪ મા શું જ્ઞાન પાર્થ- અર્જુન ને આપેલું તે વિશે કેટલાંક અંશો આપવામાં આવ્યાં છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અધ્યાય ૪ માં ભગવાને આપેલું આધ્યાત્મિક જ્ઞાન અને મનુષ્ય નાં કર્મો વિશેનું જ્ઞાન વર્ણવામાં આવેલું છે. તો આ રહ્યાં કેટલાંક અંશો ભગવદ્ ગીતાના અધ્યાય ૪ નાં શ્લોકો ના.


यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्‌ ॥ 

શ્લોક ૭, અધ્યાય ૪.

"હે ભારત જયારે અને જ્યાં ધર્મ નું આચરણ મંદ પડશે અને અધર્મ નું જોર વધશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ."


પથદર્શક ગીતા નો ફોટો

Shreemad Bhagwad Geeta In Gujaratiपरित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥

શ્લોક ૮, અધ્યાય ૪.

પવિત્ર જનોની રક્ષા અર્થે અને દુષ્ટો નાં નાશ માટે તથા ધર્મ નાં સિદ્ધાંતોને ફરી સ્થાપવા કાજે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.


जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्वतः ।
त्यक्तवा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥

શ્લોક ૯, અધ્યાય ૪.

મારાં જન્મ અને કર્મ દિવ્ય છે એ જે મનુષ્ય યથાર્થ રીતે જાણે છે તે દેહ ત્યજયા પછી આ દુનિયા મા પુનર્જન્મ પામતો નથી, પણ મારા સનાતન ધામને પામે છે.


वीतरागभय क्रोधा मन्मया मामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥

શ્લોક ૧૦, અધ્યાય ૪.

રાગ, ભય અને ક્રોધ થી મુક્ત થયેલા, નિરંતર મારામાં જ પરોવાયેલા અને મારું શરણ લીધેલા ઘણાંય મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયાં છે. અને મારા માટેનો દિવ્ય પ્રેમ પામ્યા છે. અને પામતાં રહશે.


ગીતા ના અધ્યાય


ये यथा माँ प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्‌ ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥

શ્લોક ૧૧, અધ્યાય ૪.

જેઓ જેવી રીતે મારો આશરો લે છે. તેમને તે રીતે જ હું ફળ આપુ છું. હે પાર્થ બધાં મનુષ્યો સર્વે પ્રકારે મારા માર્ગ ને અનુસરી શકે છે.


काङ्‍क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥

શ્લોક ૧૨, અધ્યાય ૪.

આ સંસાર મા મનુષ્યો તેમના સકામ કર્મો માં સફળતા ઇચ્છતા હોય છે અને તેથી તેઓ દેવતાઓ ને પૂજે છે, કેમકે મનુષ્ય લોકમાં તેમને સકામ કર્મ નાં ફળ જલ્દી મળે છે.


किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्‌॥

શ્લોક ૧૬, અધ્યાય ૪.

કર્મ શું અને અકર્મ શું તેનાં નિર્ણય માં બુદ્ધિમાન મનુષ્યો પણ મુંઝાય છે. તેથી કર્મ ની વ્યાખ્યા શું તે હું તને બરાબર સમજાવીશ જેથી તું તે જાણી ને પાપો માંથી મુક્તિ પામી શકશે.


ગીતા જયંતી વિશે


कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥

શ્લોક ૧૭, અધ્યાય ૪.

કર્મની આટા ઘૂંટી ઘણી કઠીન છે. તેથી મનુષ્યે કર્મ શું છે ? નિષિદ્ધ કર્મ શું છે? અને અકર્મ શું છે ? તે બરાબર જાણવું જોઇએ કેમકે કર્મ ની ગતિ ઘણી ઘૂઢ છે.


यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ॥

શ્લોક ૧૯, અધ્યાય ૪.

જેના બધાં કર્મ ઇન્દ્રિય સુખ ની ઈચ્છા અને હેતુ વિનાનાં છે. જેના કર્મ પૂર્ણ જ્ઞાનરૂપી અગ્નિથી ભસ્મ થઇ ગયા છે તે મનુષ્યને જ્ઞાનીઓ સિદ્ધ કે પંડિત કહે છે.


ગીતા નો અર્થ


त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः ।
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित्करोति सः ॥

શ્લોક ૨૦, અધ્યાય ૪.

કર્મ નાં ફળનો વિચાર છોડીને,જે સદાય સંતુષ્ઠ અને સ્વાવલંબી રહે છે, તે બધા કર્મો માં પ્રવુત રહેતો હોવા છતાં વિકર્મ ને ધારણ કરનારો બની જાય છે.

તો મિત્રો આ હતા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૪ ના શ્લોકો Shreemad Bhagwad Geeta In Gujarati મા. તમને આ post કેવી લાગી તમારા સૂચનો અને શેર અવશ્ય કરજો. આવીજ બીજી post વાચવા માટે નીચે આપેલ લીંક ઉપર ક્લીક કરી visit કરો.

૧. ભગવદ્ ગીતા.

૨. ચાણકય નીતિ.

૩. અન્ય post.


Ad Code

Responsive Advertisement