Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarati Suvichar 2023

 Gujarati Suvichar 2023 | સારા સુવિચાર


Gujarati Suvichar 2023


મિત્રો આજે અજ્ઞાનતા , અહંકાર, અવસર અને આશા અંગેનાં Gujarati Suvichar 2023 પોસ્ટ કરી રહ્યાં છે.


અજ્ઞાનતા

 

૧.હું જાણતો નથી તે વિષયમાં મારી અજ્ઞાનતા સ્વીકારવામાં મને સહેજ પણ શરમ આવતી નથી.

_સિસરો 


૨.અજ્ઞાન રહેવા કરતાં ન જન્મવું સારું, એ અધિક કલ્યાણકર છે, કારણકે અજ્ઞાન જ દુર્ભાગ્યનું મૂળ છે. 

_પ્લેટો 


૩.અજ્ઞાનતા એક એવી રાત્રી છે જેમાં ન હોય ચંદ્ર કે ન હોય તારાગણ. 

_કન્ફ્યુશિયસ ના સુવિચારો


૪.જ્યાં અજ્ઞાનતા જ વરદાન હોય ત્યાં બુદ્ધિ વ્યક્ત કરવી એ પણ મૂર્ખતા છે. 

_ગ્રેવિલ 


૫.અજ્ઞાનની સર્વ સંપત્તિ કરતાં મોટી સંપત્તિ છે મૌન અને જ્યારે તે આ રહસ્ય જાણે છે ત્યારે મૌન ટકતું નથી.


૬.અજ્ઞાનતાથી ઘમંડ વધે છે. જે પોતાને વધુ જ્ઞાની સમજે છે તે બધા કરતાં વધુ મૂર્ખ હોય છે. 

_ગેટે


૭.પોતાની અજ્ઞાનતાનો આભાસ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે. 

_સ્પર્જન 


૮.અજ્ઞાનતા જ મોહ અને સ્વાર્થની જનની છે તેથી અજ્ઞાની દુષ્ટ અને કાયર હોય છે. મહાત્મા ગાંધી


અહંકાર

૧.ઘમંડ મૂર્ખતાનું ચિહ્ન છે. જેમ શરીરમાંથી લોહી ઓછું થાય ત્યારે વાયુ એમાં ભરાઈ શરીરને ફુલાવી દે છે. તે જ રીતે જ્યાં સુધી બુદ્ધિ ઓછી હોય છે ત્યાં અહંકાર ભરાઈ જવાથી મન ફુલાઈ જાય છે.

 _બૅકન


Gujarati Suvichar 2023.

૨.મનુષ્ય જેટલો નાનો હોય છે તેનો અહંકાર એટલો જ મોટો હોય છે. 

_રોમો


૩.દંભનો અંત સદૈવ અહંકાર હોય છે અને અહંકારી આત્મા સદૈવ પતિત થાય છે. 

_બાઇબલ 


૪.અહંકારીને લાગે છે કે `હું ન હોત તો દુનિયા નભત નહીં’ જ્યારે સત્ય તો એ છે કે હું તો શું સમગ્ર જગત પણ ન હોત તો પણ દુનિયા ચાલતી રહેત. _અજ્ઞાત


૫.જે ઈશ્વરને પિછાણે છે તે નમ્ર છે. જે પોતાને ઓળખે છે તે અભિમાની ન થઈ શકે. 

_પલવેલ 


૬.જ્યારે મનુષ્યનો નાશ થવાનો હોય ત્યારે તે અહંકારી થઈ જાય છે. આ આપણો અહંકાર જ નિમિત્ત છે કે, જે આપણે આપણી આલોચના સાંભળીને દુઃખી થઈએ છીએ. 

_મેરી કેનેડી 


૭.નાશ પામતા પહેલાં વ્યક્તિ અહંકારી થઈ જાય છે, પરંતુ સન્માન સદૈવ વ્યક્તિને નમ્રતા પ્રદાન કરે છે. 

_બાઇબલ 


૮.અભિમાન આઠ પ્રકારનાં છેઃ સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, પરંતુ મને અભિમાન નથી એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.

_વિનોબા ભાવે


અવસર
 

૧.અવસર કોઈ એવી ચીજ નથી જે દાળભાતની જેમ બધાને પીરસી શકાય. તે પ્રાપ્ત કરવા માટે પોતાના ગુણોનો વિકાસ કરવો જોઈએ, મુત્સદ્દી અને ધીરજ પણ શીખવી જોઈએ, સાથે સાથે ઉંમર અને અનુભવોનો પણ ખ્યાલ રાખવો જોઈએ. _રામધારીસિંહ દિનકર 


૨.હંમેશાં ભાગ્યની રાહ કોણ જોઈ શકે છે? એક ક્ષણ માટે શુભ અવસર આવે છે, આપણે તે ગુમાવી દઈએ છીએ અને મહિના અને વરસોનો નાશ થઈ જાય છે. 

_કાર્લાઇલ 


Gujarati Suvichar 2023.

૩.અનિષ્ટ કરવાના અવસર તો દિલમાં સો વખત આવશે, પરંતુ ભલાઈનો અવસર વરસમાં એક વખત આવે છે. 

_વૉલ્ટર


૪.જેણે પોતાનો માર્ગ કરવાનો નિશ્ચય કર્યો છે, તેને સતત પૂરતા અવસર પ્રાપ્ત થશે અને પ્રાપ્ત ન થાય તો તે ઉત્પન્ન કરી શકે છે. 

_સ્માઇલ્સ


 ૫.જે અવસરનો – સમયનો ઉપયોગ કરવાનું જાણે છે એ તેને પેદા પણ કરી શકે છે. 

_જોન સ્ટુઅર્ટ 


૬.તક કદી એળે જતી નથી. તમે જે ગુમાવી તેને બીજો ઝડપી લે છે. 

_આલ્બર્ટ સ્વાઈટ્ઝર 


૭.એક મોટી તક આવી પહોંચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની તકોને ઝડપી લેવાથી આપણે મુકામે ઝડપથી પહોંચીએ. 

_હ્યુ ઍલન 


૮.કેટલાક મનુષ્યો સાધારણ અવસરની પ્રતિક્ષામાં રહે છે, પરંતુ વાસ્તવમાં કોઈપણ અવસર નાનો કે મોટો નથી. આપણે એમાં રસ લઈએ તો તે જ નાનો

અવસર મોટો થઈ જાય છે. 

_સ્વેટ માર્ડન 


૯.ભીંજવામાં નડતર જેવું લાગે છે, શરીર સુધ્ધાં બળતર જેવું લાગે છે. મને કહ્યું પુરાણી છત્રીએ; `ઊઘડી જઈએ’ અવસર જેવું લાગે છે. 

_ઉદયન ઠક્કર
આશા

૧. સાહસ વગરનું ડહાપણ અને આશા વગરની શ્રદ્ધા, બંને વાંઝણાં. 

_માર્ટિન લ્યૂથર 


૨.બધાં દુઃખોની એક જ દવા છે… આશા. વિલિયમ _શેક્સપિયર


૩.જે સરકારમાં ડહાપણ હોય તે લોકોને સંતોષ ન આપી શકે તોય આશા તો જરૂર આપતી રહે છે.

 _ફ્રાન્સિસ બેકન 


Gujarati Suvichar 2023.

૪.આશા એટલે ગરીબની રોટી. 

_જ્યોર્જ હર્બર્ટ 


૫.આશા એટલે જાગતાંનું સપનું. 

_મેથ્યુ પ્રિયોર 


૬.માણસના મનની સફર એક સુખથી બીજા સુખ તરફની નહીં, એક આશાથી બીજી આશા તરફની હોય છે.

_સેમ્યુઅલ જોનસન


૭.આશા એટલે શ્રદ્ધાની માતા. 

_સી. એ. બાર્ટલ 


૮.આશા જેવો ઘાતકી બીજો કોઈ શત્રુ નથી, કારણ તે માણસની યાતનાને સતત લંબાવતો રહે છે. 

_ફ્રેડરિક નિત્શે


 સવાલો અને જવાબો

Q: આશા એટલે શું ?
A: બધાં દુઃખોની એક જ દવા છે… આશા.

Q: અવસર એટલે શું ?
A: જેણે પોતાનો માર્ગ કરવાનો નિશ્ચય કર્યો છે, તેને સતત પૂરતા અવસર પ્રાપ્ત થશે અને પ્રાપ્ત ન થાય તો તે ઉત્પન્ન કરી શકે છે.

Q: અહંકાર એટલે શું ?
A: મનુષ્ય જેટલો નાનો હોય છે તેનો અહંકાર એટલો જ મોટો હોય છે. 

Q: અજ્ઞાનતા એટલે શું ?
A: અજ્ઞાન રહેવા કરતાં ન જન્મવું સારું, એ અધિક કલ્યાણકર છે, કારણકે અજ્ઞાન જ દુર્ભાગ્યનું મૂળ છે. 

તો આ હતાં Gujarati Suvichar 2023.

આ પણ વાંચો.


૧. બેસ્ટ ગુજરાતી સુવિચાર.

૨. વાંચવા જેવું.


Ad Code

Responsive Advertisement