Gujarati Motivational Suvichar 2026
Hello
friends,
આજે આપણે Gujarati Motivational Suvichar 2026 પ્રસ્તુત કરીશું. આપ સૌ નું આવનારું વર્ષ
2026 સારું રહે જીવન ના દરેક ક્ષેત્ર મા પછી તે ધન ને લગતો હોય, મન ને લગતો હોય, સબંધો
ને લગતો હોય,મિત્રતા ને લગતો હોય તમે બધી રીતે તેમાં સફળ થાઓ
પ્રગતિ કરો એવી અમારી ખુબ ખુબ શુભેચ્છા
આજના Gujarati Motivational Suvichar 2026.
1.તમે કોઈના માટે “ ખાસ ” છો તેવી પોતાનાં મન મા “ ગલતફેમી “ ના રાખતાં.લોકો તમારા હોવા છતાં, તમારા થી પણ “ ખાસ “ ની શોધ મા હોય શકે.હમેશા એવા વ્યક્તિ બનો જેનું તન, મન અને ધન સર્વશ્રેષ્ઠ હોય બાકી તો બધું જીવનમાં ધ્યાન ભટકવાના રસ્તાઓ છે.
![]() |
2.જો તમારે જલ્દી ચાલવું હોય તો એકલાં ચાલો પણ જો તમારે દૂર સુધી ચાલવું હોય તો સાથે સાથે ચાલો.
3.આજે પોતાનાથી લડી લો તો કાલે દુનિયાથી લડવું આસાન રહેશે.
4.જ્યારે ઇરાદો ઊડવાનો જ બનાવી લીધો હોય તો આકાશ નું કદ માપવાની જરૂર નથી.
![]() |
Gujarati Motivational Suvichar 2026
5.જીવન આસાન નથી હોતું તેને આસાન બનાવવું પડે છે.કયારેક પોતાના અંદાજ થી તો ક્યારેક નજર અંદાજ થી.
6.ક્યારેક નવી શરૂઆત કરતાં પહેલાં જૂની વસ્તુ, આદતો,સબંધો છોડવા પડે.
7.દરેક વખતે તૂટવાથી બધું સમાપ્ત નથી થતું ક્યારેક તૂટવાથી નવી શરૂઆત પણ થાય છે.
8.આજે ખરાબ છે કાલે સારો આવસે ‘સમય’ તો છે બદલાઈ જશે.
![]() |
| SAMAY GUJ SUVICHAR |
9.જો તમે ક્યારેય કોશિશ જ ન કરશો તો તમને ક્યારેય ખબર નહિ પડે કે તમે ‘ કઈ કરી શકતા હતા કે નહીં’.
10.સપનાં મોટા જુઓ તમને જો ચાંદ ન પણ મળે તો પણ તમે હશો તો આકાશ મા જ_રતનટાટા
11.જે દિવસે તમે તમારાં ‘ડર’ કરતાં મોટો નિર્ણય લો છો ત્યારે ‘કિસ્મત’ તેના પગલાં તમારી તરફ માંડે છે.
12.હમેશાં કમજોર લોકોને લોકો છોડી જાય છે.તાકતવર ને નહિ.
![]() |
13.સૌથી તાકતવર બનવું હોય તો આ છોડી દો.
-
(a) નાની નાની વાતો ઉપર વધું વિચારવું.
(b) લોકો સાથે વધુ લગાવ રાખવાનું.
(c) વાતોની આઘાપાછી કરવી.
(d) ગમે ત્યાં ગમે તે બોલી દેવું.
(e) દરેક સાથે મજાક કરવો.
(f) પોતાની જાત ઉપર ધ્યાન ન આપવું.
(g) પોતાના પહેરવેશ અને જ્ઞાન ઉપર ધ્યાન ન આપવું.
(h) નશાની ખોટી આદતોમા પડી જવું.
તો મિત્રો આ હતા Gujarati Motivational Suvichar 2026.
અમારાં અન્ય ARTICLES (a) chankyaniti (b) best quotes.





0 Comments