કેમ છો મિત્રો,
Summer એટલે કે ઉનાળો ની શરૂઆત થઇ ગઈ છે. આમ તો હવે લોકો આજના સમય મા ઉનાળા મા બપોરે cooler અને A.C ચાલુ કરી પડ્યા રહે છે. જ્યારે અમે નાનપણ મા બપોરે ક્રિકેટ, નદી એ નાહવા જવાનું, આંબા હેઠળ કેરીઓ તોડવાની અને જાત જાત ની રમતો રમતાં. જોકે આજકાલ ની નવી GENZ પેઢી તો મોબાઇલ મા ઘેલી થઈ ચૂકી છે જે ચિંતા નો વિષય છે.
Summer Life Quotes in Gujarati 2026 તે કોઈ ઉનાળા વિશે ના સુવિચારો નથી પણ લાઈફ મા peacefulness અને motivation ની જરૂર પડતી હોય છે તે અંગે ના છે.Board ની Exam પણ પૂરી થઈ જશે તો કરિયર ની ચિંતા કર્યા વગર અમારા બ્લોગ ને follow કરો જરૂર થી તમને કરિયર અંગે નવું માર્ગદર્શન, નવી આશાઓ અને નવા રસ્તાઓ કોઈક ને કોઈક પોસ્ટ જરૂર થી મળશે.
તો મિત્રો આ રહ્યા Summer Life Quotes In Gujarati 2026.
1.સળગે છે તે ભડકો છે ને પ્રગટે છે તે દીપ ;
મલકે છે તે મોતી છે ને ચળકે છે તે છીપ !
2. મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.
3. સુંકા પર્ણો વન ગજવતાં ,
શાંત લીલા સદાયે !
4. હારે હારી જાય તે જ ખરો હારી ગયો ;
લડતો રહે સદાય, તેની હારે જીત છે.
5.હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાઓએ ડૂબાડયો છે મને!
6.મેં વહેતા ઝરણા ને જોયું
ત્યારે મને ખબર પડી
કે પહાડ પણ પીગળી શકે છે.
7.વ્હાલાં, નહીં તો વ્હાલાં મટી વેરી થાય ના,
કઈ ખામી હોવી જોઈએ મારા વહાલમા !
8.માને તો આકાશ જેટલું ચાહી શકાય !
9. માઝા મૂકે એને સાગર માં કહેજો,
ના ચંદ્ર - જે લાવે ન ભરતી ;
10.વાંસળીની જેમ વાગતાં રહેવું,
આપણે તો ભઈ, આપણે રહેવું !
11.જ્યાં લગી કાંટો સુમનનો કરમાં ભોંકતો નથી,
બાગનો સાચો પરિચય ત્યાં લગી થાતો નથી !
12. મારા પ્રીતમના ઠામઠામ થાણા !
13.કણ ઓરું ને મણને પામું કો ' અઢળક ઉગાડે ?
એ તો સાહેબ ખરો કમાલી ! મારો સાહેબ ખરો કમાલી !
14. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

0 Comments