66 Short Motivational Quotes Gujarati

66 Short Motivational Quotes Gujarati

1.ભૂલ થી ગમી ગયેલ લોકોને ભૂલી જવામાં જ મજા છે.

 

66 short motivational quotes gujarati
Short Gujarati Suvichar

 

2. કોઈને સ્પેશિયલ ફીલ કરાવામાં ઝૂકવું પડે તો ઝૂકી જજો કેમકે દરેક વાત માં EGO સારો નથી.

3. મનપસંદ જીવન મળતું નથી બનાવવું પડે.

4. સંબંધો સાચવવા હોય તો પહેલા જીભ ને સાચવો.

5.લાંબુ જીવવા નું સૌને ગમે છે પરંતુ લાંબુ વિચારવાનું કોઈને નહીં.

6.એકાંત જ તમને સાચો માણસ બનાવી શકે છે.

 

short motivational quotes gujarati

 

7.સંબંધ વટ કરવાથી નહિ, વાત કરવાથી સચવાય છે.

8.જે મળી જાય એ સસ્તું જ લાગે.

9.માણસો એકબીજાને ઓળખે એટ્લે ભેગા થાય છે અને એકબીજાને ઓળખી જાય પછી જુદા થાય છે.

10.જવાબ ન દેવો પણ એક 'જવાબ' જ છે.

11.જ્યાં તમે કશું જ ના કરી શકો ત્યાં એક કામ પાકું કરો ' પ્રયત્ન '.

 

66 short quotes in gujarati

 

12.અહંકાર ના વૃક્ષ ઉપર હમેશા વિનાશ નું ફળ પાકે છે.

13.તાકાત તમારાં વિચારો માં રાખો અવાજ માં નહિ.

14.ઘમંડ ક્યારેય ના કરવો કેમકે ફૂલ ને પણ ખબર નથી હોતી કે સવારે મંદિર માં ચઢવાનું છે કે અર્થી પર.

15.ચોખ્ખું કહો, સામે કહો અને સાચું કહો જે સમજે તે આપણાં બાકી , નામનાં !

16.પોતાનામાં વિશ્વાસ હોવો તે સફળતા નું પ્રથમ પગથિયું છે.

17.જેટલાં કનેક્શન ઓછાં તેટલાં જ કરંટ ઓછાં .

 

66 short motivational quotes gujarati
Short Gujarati Quotes

 

18. ભાન સહિત જૂઠું બોલવું એનું નામ કપટ.

19.કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી.

20. મજાક એટ્લે ચતુરાઇ થી કરેલું અપમાન.

21.ગમુ છું બધાને પણ જરૂર હોય ત્યારે.

22. પત્તા માં જોકર અને અંગત ની ઠોકર બાજી બદલી નાખે છે.

 

66 short motivational quotes gujarati

23.ભૂલ અને ભગવાન માનો તોજ દેખાય છે.

24.વાત નો મતલબ કોઈ સમજતું નથી પણ મતલબ ની વાત બધાં સમજે છે.

25. સફળતા કિસ્મત મા નહિ પણ તમારી મહેનત મા હોય છે.

26.કાળ ભલે દેખાતો નથી પણ જીવનમાં ઘણું બધુ દેખાડે છે.

27.રોજ રોજ સારું કામ કરતાં રહો સમય આવે ત્યારે તેનું પરિણામ અવશ્ય મળશે.

28.આજનો SUCCESS મંત્ર : હંમેશા મોજમાં જ રહેવું, બળતરા કરવા વાળા કર્યા કરશે.

29.સફળતા હંમેશા સમય માંગે છે અને સમય હંમેશા ધીરજ.

 

66 short motivational quotes gujarati

 

30.ખામીને ખમી શકે તેજ સાચો સંબંધ.

31.ઉપદેશ કરતાં અનુભવ માણસ ને વધારે ઘડે છે.

32.તમે જેને યાદ કરીને રડો છો એ બીજાને ખુશ કરવામાં વ્યસ્ત પણ હોય.

33.અમુકવાર જે મળી જાય તે સસ્તું લાગે.

34.મનપસંદ જિંદગી મળે નહીં બનાવવી પડે.

 

66 short motivational quotes gujarati
life gujarati quotes

 

35.જે જતું કરી શકે એ લગભગ બધું કરી શકે.

36.સૌનું સારું ઈચ્છવું તે પણ ભજન જ છે.

37.ભૂલથી ગમી ગયેલ લોકોને ભૂલી જવામાં જ મજા છે.

38.ખરાબ સમય ૨ પ્રકારના હોય છે, એક રડતાં શીખવાડે બીજો લડતાં શીખવાડે.

39.દુનિયા નો સૌથી મોટો ખાડો એક જ છે '' દેખાડો''.

40.બધાજ વિષય ને સંભાળતી બૂક ને રફબૂક કહેવાય , જવાબદાર વ્યક્તિ ની પણ કઈ આવી જ દશા છે.

41.મૌન ક્રોધ ની સર્વોત્તમ દવા છે.

 

66 short motivational quotes gujarati

 

42.ધન હોય કે મન ખોટી જગ્યાએ લગાડો એટ્લે નુકશાન જ થાય.

43.મન શાંત થયું ત્યારે ખબર પડી , કારણ માત્ર વિચારો જ હતાં.

44.કેટલાંક સંબંધો તૂટતાં નથી ધીમે ધીમે અંદર થી મરી જાય છે.

45.દરેક ટીપાં ની કદર કરજો પછી આકાશમાથી હોય કે આંખો માથી.

46.વ્યક્તિત્વ એવું રાખો કે લોકોને તમારી જરૂર પડે ગરજ નહીં !

 

66 short motivational quotes gujarati

 

47.આ બધાં online ના મેળા છે offline તો બધાં એકલા જ હોય.

48.બધાનું બધાં વગર બધુજ થઈ જાય છે.

49.જો માનસિક શાંતિ જોઈતી હોય તો બધુજ જાણવાનો પ્રયાસ ના કરવો.

50.અર્થ વગરનું છે એ બધુજ જે સમય પર ના મળે.

51.ચાલ શતરંજ માં સારી લાગે સંબંધો માં નહીં!!!

 

66 short motivational quotes gujarati

 

52.Tension એટલુ જ લો જેટલામાં કામ થઈ જાય એટલુ નહીં કે Zindagi તમામ થઈ જાય !

53.સ્પષ્ટ ના, જુઠા વાયદાઓ થી વધુ સારી.

54.વજન નો અનુભવ ન થવા દે તે સ્વજન.

55.વિતાવશું તો ઉંમર છે , પણ જીવશું તો જિંદગી છે .

56.જતું કરીને પણ જો શાંતિ ના મળે તો જતા કરી દેવા.

57.ફરિયાદ કરવા કરતાં ચૂપ રહેવું સારું.

 

66 short motivational quotes gujarati

 

58.સમય ને સમજાવો એ સમજદારી છે અને સમયપર સમજવું એ જવાબદારી છે.

59.માણસ સાચું મનમાં બોલે છે અને ખોટું ઊંચા અવાજે.

60.અજ્ઞાની દરેક મનુષ્ય હોય છે માત્ર વિષય અલગ અલગ હોય છે.

61.સત્ય કડવું નથી હોતું બસ સ્વાદ અનુસાર ન મળે એટ્લે ગળે ઉતરતું નથી.

 

 

66 short motivational quotes gujarati

62.દુનિયા ની સૌથી મીઠી ભાષા મતલબ ની ભાષા છે.

63. કાયમ આનંદ માં રહેવા માટે સુવિધાઑ નહિ પણ સમજણ ની જરૂર હોય છે.

64. શબ્દ ગોઠવ્યા વગર જ્યાં વાત થાય તે એટલે સંબંધ.

65.શબ્દ સમજે એ સગા અને મન સમજે એ મિત્ર.

66.હોશિયાર હોવું એ સારી વાત છે પણ બીજાને મૂર્ખ સમજવા એ બેવકૂફી છે.

 

66 short motivational quotes gujarati

 

જો તમને પ્રેરણાદાયક વિચારો ગમે છે, તો અમારા [સફળતા માટેના ગુજરાતી સુવિચાર] પણ વાંચો. : ચાણક્ય નીતિ, ભગવત ગીતા, અન્ય

 


Post a Comment

0 Comments